Share Your Friends

How To Check Your Adhar Card Misused Follow Step

તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં તે આ પ્રોસેસ ફોલો કરીને તપાસો

આધાર કાર્ડ ને તમે કયા લિંક કરાવ્યું છે અને તેનો ઉપયોગ કાય થયો છે તે જાણકારી માટે તમે નીચે આપેલ પોસ્ટ ને જરૂરથી વાંચો. કોઈ પણ જગ્યાએ આધાર કાર્ડ આપતી વખતે તેની ઝેરોક્ષ પર તમારા સાઈન કરી ને જ આપો. જેથી તેનો બીજી કોઈ ખોટી જગ્યાએ ઉપયોગ ન થાય. આધાર કાર્ડ ફરજિયાત જરૂર હોય તેવી જગ્યા યે જ આપો બાકી તમે તેના બદલામાં પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ તમે ફોટો આઇડી ઓળખ તરીકે આપી શકો છો. આધાર કાર્ડ બધી જગ્યા યે આપવું જરૂરી નથી તે ધ્યાન રાખો. આવી અમારી જાણકારી તમને સારી લાગી હોય તો અમારા Whatapp ગ્રુપ માં જોડાવો.

આધાર કાર્ડ હવે એક જરૂરી દસ્તાવેજ બની ગયું છે. આજે દરેક સરકારી યોજનાનો લાભ લેવાથી લઈને સ્કૂલમાં એડમિશન લેવા જેવા કામમાં આધાર નંબર માગવામાં આવે છે. આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું, ફોન નંબરથી લઈને ફિંગરપ્રિન્ટ સુધીની માહિતી હોય છે. જો તમને પણ એવો ડર હોય કે તમારા આધાર નંબરનો દુરુપયોગ થઈ રહ્યો છે તો તમે તેને સુનિશ્ચિત કરી શકો છો.

હકીકતમાં, આધારને મેનેજ કરતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)આ સુવિધા આપે છે, જેનાથી તમે જાણી શકો છો કે આધાર નંબરનો ક્યારે અને ક્યાં ઉપયોગ થયો છે. આ કામ તમે ઘરેબેઠા સરળતાથી કરી શકો છો.

Be sure to read the post below to know how to link Aadhaar card and how it has been used. When giving Aadhaar card anywhere, just give your signature on its Xerox. So that it is not used in any other wrong place. Give Aadhar card where it is required. You can give PAN card, election card, driving license, passport as photo ID in return. Keep in mind that it is not necessary to give Aadhaar card everywhere. If you like our information, join our Whatapp group.

Aadhaar card has now become a necessary document. Today, Aadhaar numbers are required for everything from taking advantage of government schemes to getting admission in schools. The Aadhaar card contains information ranging from your name, address, phone number to fingerprints.  If you also fear that your Aadhaar number is being misused, you can confirm it.

તમારું આધાર કાર્ડ કયા વપરાઈ રહ્યું છે તે આ રીતે જુઓ

1. સૌથી પહેલા આધારની વેબસાઈટ અથવા આ લિંક uidai.gov.in/ પર જવું પડશે.

Adhar card

2. અહીં Aadhaar Services ની નીચેની તરફ Aadhaar Authentication History નો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.


Adhar sudhar kendra

૩. અહીં તમને આધાર નંબર અને સિક્યોરિટી કોડ દેખાશે તેને નાખીને Send OTP પર ક્લિક કરવું.

4. ત્યારબાદ આધાર સાથે લિંક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક OTP આવશે, આ OTP નાખીને Submit પર ક્લિક કરો.

5. ત્યારબાદ તમારે ઓન્થેટિકેશન ટાઈપ અને ડેટ રેન્જ અને OTP સહિત માગવામાં આવેલી તમામ જાણકારીઓ ભરવી પડશે. (નોંધ- તમે 6 મહિના સુધીનો ડેટા જોઈ શકો છો.)


6. Verify OTP પર ક્લિક કરતાં જ તમારી સામે લિસ્ટ આવી જશે, જેમાં છેલ્લા 6 મહિનામાં આધારનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તેની જાણકારી હશે.

આધાર કાર્ડ નો દુરુપયોગ થયો હોય તો આ રીતે ફરિયાદ કરો

રેકોર્ડ જોઈને જો તમને એવું લાગે કે આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તો તમે તરત તેની ફરિયાદ દાખલ કરી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ અથવા help@uidai.gov.in પર ઈમેલ કરીને ફરિયાદ દાખલ કરી શકો છો અથવા uidai.gov.in/file-complaint લિંક પર ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો.

Share Your Friends